Connect Gujarat
મનોરંજન 

અમેરિકામાં ભારતીય અભિનેતા પર છરી વડે હુમલો, અભિનેતા ગંભીર રીતે ઘાયલ

પંજાબી એક્ટર અમન ધાલીવાલ પર અમેરિકામાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ધાલીવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમેરિકામાં ભારતીય અભિનેતા પર છરી વડે હુમલો, અભિનેતા ગંભીર રીતે ઘાયલ
X

પંજાબી એક્ટર અમન ધાલીવાલ પર અમેરિકામાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ધાલીવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. સમાચાર અનુસાર, ‘એક કુડી પંજાબ દી’ એક્ટર ધાલીવાલ પર હુમલો ત્યારે થયો જ્યારે તે જીમમાં એક્સરસાઇઝ કરી રહ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલાનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ધાલીવાલનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તેમના હાથ અને શરીર પર પટ્ટીઓ જોવા મળી રહી છે. હુમલાની આ ઘટના લગભગ સવારે 9:20 વાગ્યે બની હતી, પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.

Next Story