New Update
ધાકડના સુપર ફ્લોપ બિઝનેસ બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પડદા પર રાની ઝાંસી, થલાઈવી જયલલિતાના દમદામ પાત્રો નિભાવ્યા બાદ કંગના રનૌતે ફરીથી સરપ્રાઈઝ કરી દીધા છે. કંગના રનૌત હવે દેસની સૌથી તાકાતવર મહિલા રહી ચુકેલી પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનો રોલ પ્લે કરવા જઈ રહી છે. ઈંદિરા ગાંધીના રોલને કંગના રનૌતે પરફેક્શનની સાથે પકડ્યો છે. તેનો પ્રોસ્થેટિક મેકઅપ જેણે પણ કર્યો છે તેણે કંગનાને ઈંદિરા ગાંધી જેવા દેખાવવામાં ખૂબ જ મહેનત કરી છે. અને પરિણામ બધાની સામે છે. કંગના તદ્દન ઈંદિરા ગાંધી જેવી દેખાઈ રહી છે.