Connect Gujarat
મનોરંજન 

કરીના કપૂર ખાન નાના દિકારાના નામ "જહાંગીર"ને લઈ થઈ ટ્રોલ, આપ્યો આવો જવાબ

લગભગ એક મહિના પહેલાં કરીના અને સૈફે નાના દિકરા જેહના નામની ઘોષણા કરી હતી

કરીના કપૂર ખાન નાના દિકારાના નામ જહાંગીરને લઈ થઈ ટ્રોલ, આપ્યો આવો જવાબ
X

કરીના અગાઉ તૈમૂરના નામને લઈને ટ્રોલ થઈ ચૂકી છે ત્યારે હવે તે તેના નાના દિકરા જેહના નામને લઈને પણ ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. લગભગ એક મહિના પહેલાં કરીના અને સૈફે નાના દિકરા જેહના નામની ઘોષણા કરી હતી, પરંતુ હવે એક્ટ્રેસની પ્રેગ્નેન્સી બુક કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઈબલમાં તેના નાના દિકરાનું અલગ જ નામ સામે આવ્યું છે. એક બોલિવૂડ રિપોર્ટ મુજબ, કરીનાની બુકમાં તેના બીજા દિકરાનું નામ જહાંગીર અલી ખાન છે. લોકોને જેવી જાણ થઈ કે કરીનાના બીજા દિકરાનું નામ જહાંગીર રાખ્યું છે તો સોશિયલ મીડિયા પર તેના દિકરા અને પરિવારને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જોકે, અત્યાર સુધી કરીના આ વાતને લઈને ચુપ હતી પરંતું હવે તેણે બીજા દિકરાના નામને લઈને થઈ રહેલાં હંગામા પર મૌન તોડ્યું છે. કરીનાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, હું એક પોઝિટિવ પર્સન છું. હું બહુ જ ખુશ છું. કોરોનાના સમયમાં લોકોમાં ખુશી અને પોઝિટિવિટી ફેલાવવા માંગુ છું. હું ટ્રોલ અને નેગેટિવિટી વિશે વિચારતી નથી. હવે મારી પાસે મેડિટેશન સિવાય કોઈ રસ્તો નથી.

તેણે આગળ કહ્યું- આનું કારણ એ પણ છે કે મને દિવાલ સામે ધકેલવામાં આવી રહી છે. પરંતુ હું હજુ પણ ઠીક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જો સકારાત્મકતા હશે તો નકારાત્મકતા પણ હશે. મારે તેને આ રીતે જ જોવું પડશે. કાશ એવું ન હોત. કારણ કે આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે બે માસૂમ બાળકો છે. જે આ વિશે કંઈ જાણતા નથી. પરંતુ, આપણે ખુશ અને સકારાત્મક રહીશું.

કરીનાએ હાલમાં જ તેની પ્રેગ્નેન્સી બુકમાં તેની જર્નીનો ખુલાસો કર્યો છે. કરીનાએ તેની બુકમાં તેની પ્રેગ્નેન્સી દરમિયાન સારાં અને ખરાબ દિવસો વિશે વાત કરી છે. એક્ટ્રેસ મુજબ ઘણી વખત કામ પર જવા અને બેડ પરથી ઊભા થવામાં પણ સ્ટ્રગલ કરવું પડતું હતું. કરીનાનું કહેવું છે કે આ બુક તેના દિલની ખૂબ જ નજીક છે, કારણ કે આમાં તેણે બંને દિકરાઓની પ્રેગ્નેન્સી વિશે વાત કરી છે.

Next Story