નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટોને લઈને સામે આવેલા પ્રથમ દિવસના કલેક્શનના આંકડા એવું કહી રહ્યા છે કે, આ ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી શકી નથી.

New Update
નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટો (Zwigato)એ 17 માર્ચ, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં એન્ટ્રી મારી છે. એક ડિલીવરી બૉયના જીવન પર આધારિત હ્દયસ્પર્શી આ કહાનીમાં કોમેડિયન કપિલ શર્મા મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. કિસ કિસકો પ્યાર કરું અને ફિરંગી જેવી ફિલ્મો બાદ કપિલની આ ત્રીજી ફિલ્મ છે. જો કે, આ ફિલ્મ દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી છે.

કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટોને લઈને સામે આવેલા પ્રથમ દિવસના કલેક્શનના આંકડા એવું કહી રહ્યા છે કે, આ ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી શકી નથી. શરુઆતી અનુમાન અનુસાર, નંદિતા દાસના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઝ્વિગાટોની ખૂબ ધીમી શરુઆત થઈ છે. પહેલા દિવસે ફિલ્મની કમાણી ફક્ત 0.40 કરોડ થઈ શકી છે. જો કે, ઓપનિંગ ડેના હિસાબે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જો કે, કપિલ શર્માના નવા અવતાર અને તેને નવા ઝોનરમાં જોવા માટે દર્શકો આવનારા દિવસોમાં સિનેમાઘરોમાં પહોંચવાની આશા છે.