Connect Gujarat
મનોરંજન 

"મિર્ઝાપુર-3" : સેટ પરથી ગુડ્ડુ ભૈયાનો વિડિયો લીક થયો..!, સત્તા માટે ફરી કાલીનના ભાઈ સાથે થશે લડાઈ...

વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ની સીઝન-3ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે, મુન્ના ભૈયા સાથે શું થયું..? શું ગોલુ ગુપ્તાનો બદલો પૂર્ણ થયો છે.

મિર્ઝાપુર-3 : સેટ પરથી ગુડ્ડુ ભૈયાનો વિડિયો લીક થયો..!, સત્તા માટે ફરી કાલીનના ભાઈ સાથે થશે લડાઈ...
X

વેબ સિરીઝ 'મિર્ઝાપુર'ની સીઝન-3ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે, મુન્ના ભૈયા સાથે શું થયું..? શું ગોલુ ગુપ્તાનો બદલો પૂર્ણ થયો છે..? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ગુડ્ડુ ભૈયા હવે શું કરશે..? જોકે, હવે ફેન્સ માટે સારા સમાચાર છે કે, 'મિર્ઝાપુર-3'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. શોના સેટ પરથી કેટલીક તસવીરો અને વિડિયો લીક થયા છે, જેમાં ગુડ્ડુ ભૈયાની સ્ટાઈલ જોવા મળી રહી છે. આ વખતે દર્શકોને તેમના તમામ પ્રશ્નોના જવાબો મળશે અને કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાનું વાસ્તવિક જીવન પણ જોવા મળશે.

મિર્ઝાપુર સિઝન 3નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગુડ્ડુ ભૈયા પોતાની કારમાંથી નીચે ઉતરી રહ્યા છે, તેની સાથે એક આખી ગેંગ છે. ગુડ્ડુ ભૈયા કારમાંથી ઉતરતાની સાથે જ પેન્ટની પાછળ પોતાનો કટ્ટો ખોદતો જોવા મળે છે. અલી ફઝલ બ્રાઉન કલરના કુર્તા અને બ્લુ જીન્સમાં ઘણો રંગ જમાવી રહ્યો છે. જણાવી દઈએ કે, આ વેબ સિરીઝનું શૂટિંગ હાલ ઉત્તર પ્રદેશના વારાણસી અને મિર્ઝાપુરમાં જ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લીક થયેલી તસવીરો અને વિડિયોમાં ગુડ્ડુ ભૈયા અન્ય ગેંગ સાથે પોતાની રીતે લડતા જોવા મળે છે. શૂટિંગ જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. ગુડ્ડુ ભૈયાને રોકવા માટે કોઈએ કાંટાનો તાર નાખ્યો છે, અને બપોરના તાપમાં તે પોતાની શૈલીમાં આ હુમલાનો જવાબ આપી રહ્યો છે.

Next Story