New Update
/connect-gujarat/media/media_files/2025/03/27/C5w2TQSn9BNll01y7I5O.jpg)
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને પાકિસ્તાન સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે,જેના કારણે ફિલ્મ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન વિશે પાકિસ્તાન સરકાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. સલમાન ખાને સાઉદી અરેબિયામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ ગણાવ્યો હતો. આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા શાહબાઝ શરીફ સરકારે સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિરુદ્ધ હેશટેગ ટ્રેન્ડ શરૂ થયા છે.
Latest Stories