Connect Gujarat
મનોરંજન 

સિંગર કેકેનું પાર્થિવ દેહ પહોંચ્યું મુંબઈ, આજે થશે અંતિમ વિદાય

દેશના પ્રખ્યાત ગાયક કેકેનું મંગળવારે અચાનક અવસાન થયું. પોલીસ દ્વારા સુપરત કરાયેલા અહેવાલ મુજબ, ગાયકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.

સિંગર કેકેનું પાર્થિવ દેહ પહોંચ્યું મુંબઈ, આજે થશે અંતિમ વિદાય
X

દેશના પ્રખ્યાત ગાયક કેકેનું મંગળવારે અચાનક અવસાન થયું. પોલીસ દ્વારા સુપરત કરાયેલા અહેવાલ મુજબ, ગાયકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. નોંધનીય છે કે મંગળવારે કોલકાતામાં એક કોલેજ ફેસ્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગાયકની તબિયત બગડવા લાગી હતી.

કોન્સર્ટમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, કેકેને સાંભળવા માટે હોલમાં એકઠી થયેલી ભીડને કારણે તેઓ નર્વસ થવા લાગ્યા અને એસી બરાબર કામ ન કરી રહ્યું હતું . પ્રદર્શન દરમિયાન કેકેને પરસેવો થવા લાગ્યો. આખરે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ગાયકને હોટલના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા ગાયકનું મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે કેકેના મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો છે. ગુરુવારે અંતિમ દર્શન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Next Story