Connect Gujarat
મનોરંજન 

અમદાવાદમાં અભિનેતા સોનુ સુદે આપના નેતાઓ સાથે કરી બંધ બારણે બેઠક..!

અમદાવાદમાં અભિનેતા સોનુ સુદે આપના નેતાઓ સાથે કરી બંધ બારણે બેઠક..!
X

કોરોનાકાળમાં અભિનેતા સોનુ સૂદ સાચો કોરોના વોરિયર્સ સાબિત થયો છે. તાજેતરમાં જ તેની ઓફિસો પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા પડ્યા હતા. સોનુ સૂદની ઓફિસ પર દરોડાની કાર્યવાહીને અભિનેતાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે.

હવે એવા સમાચાર મળ્યા છે કે અભિનેતાએ બુધવારે અમદાવાદ ખાતે એક ખાનગી હોટલમાં આખો દિવસ ઉદ્યોગપતિઓ, જુદા જુદા અગ્રણીઓ અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી. આખો દિવસ બેઠક બાદ અભિનેતા સાંજે જ રવાના થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.

આ દરમિયાન અભિનેતાએ આપના ત્રણ મોટા પ્રદેશ નેતા સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ મામલે અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના સિંધુ ભવન ખાતે આવેલી એક હોટલ ખાતે સોનુ સૂદે બુધવારે આખો દિવસ જુદા જુદા લોકો સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના ત્રણ નેતા પણ સામેલ છે. સોનુ સૂદે આપના ઇસૂદાન ગઢવી, મહેશ સવાણી અને ગોપાલ ઇટાલિયા સાથે બેઠક કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે આપના નેતાઓ સાથે સોનુ સૂદે આશરે દોઢથી બે કલાક સુધી બેઠક કરી હતી. જે બાદમાં જુદા જુદા લોકો સાથે અભિનેતાએ બેઠક કરી હતી. આ લોકોમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ હતા.

ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે જ અભિનેતાની આપના નેતાઓ સાથેની મુલાકાત ઘણી જ સૂચક છે. આ મુલાકાતના કેવા પરિણામ આવે છે એ તો આગામી સમય જ બતાવશે. આવતા વર્ષે આવી રહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અભિનેતા સત્તાવાર રીતે આપ માટે પ્રચાર કરે છે કે નહીં તે જોવું રહ્યું. સોનુ સૂદ આપના નેતાઓ સાથે બેઠક કરવા માટે જ અમદાવાદ આવ્યો હતો કે કોઈ અન્ય કામથી આવ્યો હતો તે જાણી શકાયું નથી. પરંતુ હાલ અભિનેતાની આ મુલાકાતથી ચર્ચા જરૂરી જાગી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અભિનેતા સોનુ સૂદની ઓફિસ પર આવકવેરા વિભાગે સર્વે કર્યો હતો. જેમાં સૂત્રોએ દાવો કર્યો હતો કે ઈન્કમ ટેક્સ વિભાગે શરૂ કરેલી તપાસમાં કર ચોરીના પાક્કા પુરાવાઓ મળ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરગ્રામ સ્થિત ઓફિસો પર દરોડા કર્યાં હતાં.

ઈન્કમ ટેક્સ વિભાગ અનુસાર ટીમની તપાસ દરમિયાન 20 કરોડની ટેક્સ ચોરી કરી હોવાના પુરાવાઓ મળ્યા છે. મહત્ત્વનું છે કે, સર્ચ ઓપરેશનની દરમિયાન ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને 1 કરોડ 8 લાખ રૂપિયાની રોકડ મળી છે. જેમાં 11 લોકર પણ મળી આવ્યા છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે, ઈન્કમ ટેક્સ વિભાગને આ સર્ચ ઓપરેશનમાં ટેક્સની હેરાફેરીના પાક્કા પુરવાઓ મળ્યા છે. ટેક્સની હેરાફેરી સોનુ સૂદેના પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલી છે. અત્યારસુધી મળી રહેલી જાણકારી અનુસાર ફિલ્મોમાંથી મળેલી રકમમાં પણ ટેક્સ ચોરી કરવામાં આવી છે.

Next Story