સાઉથ એક્ટ્રેસે કરી આત્મહત્યા, વીડિયો ચેટ દરમિયાન પંખા પર લટકીને જીવન ટુંકાવ્યું

સાઉથ અભિનેત્રી શેરીન સેલિન મેથ્યુનું મંગળવારે નિધન થયું હતું.

New Update

સાઉથ અભિનેત્રી શેરીન સેલિન મેથ્યુનું મંગળવારે નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળના એર્નાકુલમ જિલ્લાના કોચી વિસ્તારમાં રહેતી 26 વર્ષની ટ્રાન્સવુમન મોડલ તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

અભિનેત્રીએ આત્મહત્યા કરતી વખતે જેની સાથે કથિત રીતે વિડિયો ચેટિંગ કર્યું હતું, તેણે પોલીસ અધિકારીઓને શેરીનના પગલા વિશે જાણ કરી હતી. જો કે, પોલીસ અધિકારીઓ અભિનેત્રીના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં શેરીને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.