Connect Gujarat
મનોરંજન 

શું, પુષ્પામાં અલ્લુ અર્જુનની સ્ટાઇલ શહેનાઝ ગિલ પાસેથી કોપી કરવામાં આવી.!!

અલ્લુ અર્જુન આજે પણ તેની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને લઈને દેશ-વિદેશમાં ચર્ચામાં છે.

શું, પુષ્પામાં અલ્લુ અર્જુનની સ્ટાઇલ શહેનાઝ ગિલ પાસેથી કોપી કરવામાં આવી.!!
X

અલ્લુ અર્જુન આજે પણ તેની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને લઈને દેશ-વિદેશમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગથી લઈને તેનો એટીટ્યુડ અને સ્ટાઈલ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તેમજ તેના ખૂબ વખાણ પણ થયા હતા. 'પુષ્પા'માં અલ્લુ અર્જુનના હાથના ઈશારા જોઈને ચાહકો અને દર્શકો એટલા પ્રભાવિત થઈ ગયા કે બધા તેની નકલ કરવાલાગ્યા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ચેલેન્જ શરૂ થયા જેમાં યુઝર્સે અલ્લુના સ્ટાઇલ કોપી કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અલ્લુ અર્જુનના હાથની આ હરકતો નવી નથી.

હવે એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને એવું લાગી રહ્યું છે કે અલ્લુ અર્જુનની દાઢીની નીચેથી હાથનો ઈશારો કોઈ બીજાથી પ્રેરિત હતો. બિગ બોસ 13ની સ્પર્ધક રહી ચૂકેલી શહેનાઝ ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ અલ્લુ અર્જુનની જેમ હાથના ઈશારા કરતી જોઈ શકાય છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અલ્લુની શૈલી શહનાઝથી પ્રેરિત છે.

Next Story