ટૂથપેસ્ટ માત્ર દાંત ચમકાવવા માટે જ નહીં..આ 6 કામને બનાવે છે સરળ, દાંત સાથે ઘરના ખૂણાઓ પણ ચમકવશે
ટૂથપેસ્ટ અને સફેદ સિરકાનો ઉપયોગ કરીને તમે બાથરૂમમાં લગાવેલા નળ ચમકાવી શકો છો.

સારી બ્રાન્ડની ટૂથપેસ્ટ વાપરવાથી દાંત ચમકદાર અને મજબૂત બને છે પરંતુ શું તમને એ ખબર છે કે ટૂથપેસ્ટ માત્ર દાંત ચમકાવવા માટે જ નહીં પરંતુ ઘરની ઘણી બધી વસ્તુને પણ ચમકાવી દે છે. તો જાણો આ અઢળક ઉપયોગો વિષે
અરિસાને ચમકદાર બનાવે છે:-
ટૂથપેસ્ટ એ ઘરના અરિસાને ચોખ્ખા કરવાનું કામ કરે છે. આ માટે એક કપડામાં ટૂથપેસ્ટ લો અને તેનાથી સાફ કરો પછી એક ચોખ્ખા કપડાથી સાફ કરી લો. ઓછી મહેનતમાં તમારો અરીસો એકદમ ચમકી જશે.
નળ ક્લીન કરવા:-
ટૂથપેસ્ટ અને સફેદ સિરકાનો ઉપયોગ કરીને તમે બાથરૂમમાં લગાવેલા નળ ચમકાવી શકો છો. આ માટે ટૂથપેસ્ટમાં સિરકો મિક્સ કરી પેસ્ટ બનવો આ પેસ્ટને નળ પર લગાવી દો અને પછી નળને સ્ક્ર્બ કરી પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી નળ મસ્ત ચમકી જશે.
દીવાલો ફિલ કરવા:-
ઘરની દિવાલોને ફિલ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે દીવાલમાં પડેલા હોલ્સને ફિલ કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા દીવાલના કાણા પુરાઈ જશે અને રૂમ મસ્ત લાગશે.
ટાઇલ્સ ક્લીન કરવા માટે:-
ઘરના બાથરૂમમાં લાગેલી ટાઈલ્સનેસાફ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ગરમ પાણી લો તેમાં ટૂથપેસ્ટ નાખીને ટાઇલ્સ પર નાખો. પછી સોફ્ટ સ્ક્ર્બની મદદથી ઘસો. આમ કરવાથી તમારી ટાઇલ્સ ચમકી જશે. આ રીતે તમે ટાઇલ્સ ચમકવો છો તો તમારે વધારે મહેનત પણ નથી કરવી પડતી અને ઓછું મહેનતે ટાઇલ્સ ક્લીન થઈ જાય છે.
ટ્રૉલી બેગ ક્લીન કરવા:-
ટ્રૉલી બેગને ક્લીન કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક બાઉલ માં ટૂથપેસ્ટ લો અને તેમાં બેકિંગ સોડા ઉમેરો ત્યાર બાદ આ પેસ્ટને ટ્રોલિ બેગ પર લગાવો. પછી કપડાથી સાફ કરી નાખો. આમ કરવાથી ટ્રૉલી બેગ નવા જેવી મસ્ત થઈ જશે. આ ટ્રૉલી બેગને સાફ કરવા માટે નો બેસ્ટ ઓપ્શન છે.