વેસ્ટર્ન હોય કે ઇંડિયન, ઓફિસ માટે કપડાં પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

ઓફિસમાં સ્માર્ટ ડ્રેસિંગ તમારા સહકર્મચારીઓ પર સારી છાપ પાડે છે સાથે જ તમારો સ્વભાવ અને આત્મવિશ્વાસ દર્શાવે છે.

New Update

ઓફિસમાં સ્માર્ટ ડ્રેસિંગ તમારા સહકર્મચારીઓ પર સારી છાપ પાડે છે સાથે જ તમારો સ્વભાવ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તેથી, તેને પસંદ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બદલાતા સમય સાથે ઓફિસનું કલ્ચર ખૂબ જ આધુનિક બની રહ્યું છે, જેમાં કોઈપણ પ્રકારના આઉટફિટ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ ઓફિસમાં ફેશનેબલ દેખાવાની સાથે આરામદાયક હોવું પણ જરૂરી છે. તો આ ટિપ્સ પર ધ્યાન આપો...

કપડાંની પસંદગી

વેસ્ટર્ન કપડાં :

-ઓફિસના કપડા ખૂબ ચમકદાર ન હોવા જોઈએ. ફ્રિલ્સ અને વધુ પડતી લેયરિંગ ટાળો.

-જો તમને વેસ્ટર્ન આઉટફિટ્સ પસંદ હોય તો શર્ટ સાથે ફીટ ટ્રાઉઝરનો વિકલ્પ બેસ્ટ છે. જો તમે ડ્રેસ કેરી કરો છો, તો ઓછી લંબાઈવાળા ડ્રેસ પસંદ કરો. જેમાં એલિગન્ટ અને પ્રોફેશનલ બંને જોવા મળશે.

-હળવા રંગનો શર્ટ અથવા ટોપ પસંદ કરો.

- સોફ્ટ કોટન અને લિનન ફેબ્રિક સ્માર્ટ લુક આપે છે.

-ઓફિસમાં તમે વિચિત્ર પ્રિન્ટ અને પેટર્ન ન પહેરો તો સારું છે.

-સ્લીવલેસ બરાબર છે પરંતુ ઓફિસ માટે હોલ્ટર નેક, પ્લંગિંગ નેક બિલકુલ ન પહેરો.

ઇંડિયન કપડાં :

-જો તમને ભારતીય વસ્ત્રો પહેરવાનું પસંદ હોય તો કોટનની કુર્તી શ્રેષ્ઠ રહેશે.

- આછા રંગની સાદી સાડીઓ પણ ઓફિસના વસ્ત્રો માટે યોગ્ય છે.

-અનારકલી અથવા લાંબા સ્કર્ટ તમને કાર્યસ્થળ પર એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે, તેથી તેને ન પહેરવું વધુ સારું છે.

સેમી કેઝ્યુઅલ લૂક :

-ઓફિસ માટે સેમી કેઝ્યુઅલ લુક પણ સારો છે. આ માટે તમારા કપડામાં ડાર્ક, લાઇટ બ્લુ અને એક બ્લુ જીન્સ રાખો.

-કેપ્રિસ અને ચિનો પહેરવાનું ટાળો.