Connect Gujarat
Featured

"ઉગ્ર આંદોલન" : રાજ્યમાં ઉર્જા વિભાગના કર્મચારીઓનો પડતર પ્રશ્ને વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો..!

ઉગ્ર આંદોલન : રાજ્યમાં ઉર્જા વિભાગના કર્મચારીઓનો પડતર પ્રશ્ને વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો..!
X

આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં ઉર્જા વિભાગના 55 હજારથી વધુ કર્મચારીઓ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ઉર્જા વિભાગની સાતે કંપની (ડીજીવીસીએલ/પીજીવીસીએલ/એમજીવીસીએલ/યુજીવીસીએલ/જેટકો-સબસ્ટેશન/જીસેક-પાવર સ્ટેશન/તથા જીયુવીએનએલ) ઓફિસના તમામ 55 હજાર કર્મચારીઓ સાતમા પગારપંચના મંજુર થયેલા આનુસંગિક લાભો મેળવવા આખા ગુજરાતમાં તમામ વીજ કચેરીઓ બહાર બપોરે 2 કલાકે ઉર્જા વિભાગ ખાતે પોતાની માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત કરશે.

ઉર્જા વિભાગના બધા માન્ય યુનિયન એક મંચ ઉપર આવી એક સુરમાં લડત ઉપાડી આહવાન આપતા આવતીકાલથી ઉર્જા વિભાગમાં સૂત્રોચ્ચાર થી આંદોલનની શરૂઆત થશે. જેમાં તમામ યુનિયન દ્વારા બનાવેલ સંયુક્ત સંકલ સમિતિ દ્વારા આહવાન કરતા આગામી દિવસોમાં ઉર્જા વિભાગના 55 હજાર જેટલા કર્મચારીઓ આંદોલનના ભાગરૂપે માસ સી.એલ ઉપર ઉતરી જવાનું આહવાન કર્યું છે. જોકે ઉર્જા વિભાગના 55 હજાર જેટલા કર્મચારી એક દિવસની માસ સીએલ ઉપર જાય તો ગુજરાતમાં બ્લેક આઉટ થતા કોઈ અટકાવી શકે નહીં તેવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી શક્યતાને પણ નકારી શકાય તેમ નહીં, ત્યારે આગામી દિવસોમાં પોતાની લડતમાં સહભાગી બની સાથ સહકાર આપવા સાથે અવાજને સરકાર અને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થવાના ભાગરૂપે ભરૂચ અને નર્મદા જિલ્લાના હોદ્દેદારો ભરૂચ શહેર મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Next Story