Connect Gujarat
Featured

ધુમ્મસનો કહેર, અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ માર્ગ પર 15 ગાડીઓનાં અકસ્માત

ધુમ્મસનો કહેર, અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ માર્ગ પર 15 ગાડીઓનાં અકસ્માત
X

સમગ્ર રાજયમાં આજે વહેલી સવારથી ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રવિવારની મધરાતથી સર્જાયેલ ધુમ્મસભર્યા વાતાવરણમાં અકસ્માતની ઘટનાઓ ઘટી છે. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પર 15 જેટલી ગાડીઓનો અકસ્માત થયો છે.

તાપમાનનો પારો ગગડતા વાતાવરણમાં તબદીલી જોવા મળી હતી. સમગ્ર રાજ્ય જાણે ધુમ્મસની ચાદરમાં ઢંકાયું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધુમ્મસનાં કહેરમાં ઝીરો વિઝિબિલિટીથી અકસ્માતની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યા બાદ પણ દ્રશ્યતા શૂન્ય રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી. ગાડી ન ચલાવી શકાય તેવી પરિસ્થિતી વચ્ચે એક્સપ્રેસ હાઇવે પર 15 જેટલી ગાડીઓ અકસ્માતનો શિકાર બની છે. તો અનેક વાહન ચાલકોએ સમય સૂચકતા વાપરી પોતાની ગાડીઓ સાઈડમાં પાર્ક કરી દીધી હતી અને વાતાવરણ ખૂલે તે માટે રાહ જોઈ હતી.

Next Story