Connect Gujarat
Featured

ગાંધીનગર: ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, વાંચો કોનો કરાયો સમાવેશ

ગાંધીનગર: ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, વાંચો કોનો કરાયો સમાવેશ
X

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને રાખી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાજપના પ્રદેશ-પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ-પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. એ ઉપરાંત મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મૂકવામાં આવ્યા છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર,સી, ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ પર નજર કરીયે તો ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ,મુખ્ય પ્રધાન વિજય રૂપાણી,નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ,પુરુષોત્તમ રૂપાલા,આર.સી.ફળદુ,સુરેન્દ્ર પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જશવંતસિંહ ભાભોર,ભીખુ દલસાણીયા ,રાજેશ ચુડાસમા,કાનાજી ઠાકોર,ડો કિરીટ પટેલ અને મહિલા મોર્ચાના અધ્યક્ષનો સમાવેશ થાય છે

Next Story