Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : કોરોના વાયરસના કારણે દુબઈથી ભારત પરત આવેલા 81 વર્ષના વૃદ્ધનું નીપજયું મોત

ગાંધીનગર : કોરોના વાયરસના કારણે દુબઈથી ભારત પરત આવેલા 81 વર્ષના વૃદ્ધનું નીપજયું મોત
X

ગાંધીનગર સેક્ટર 29માં રહેતા એક વૃદ્ધનું કોરોના

વાયરસથી મોત થયું છે. ગાંધીનગરમાં કોરોનાથી મૃત્યુનો આ સૌપ્રથમ કેસ નોંધાયો છે.

સેક્ટર 29માં રહેતા

અને દુબઈથી આવેલા પૌત્ર દ્વારા તેની પત્ની, દાદા, ફોઈ, ફુઆ સહિત પરિવારના સાત સભ્યોને

કોરોનાનું સંક્રમણ થયું હતું. પ્રાપ્ત વિગતો મુબજ તમામને ગાંધીનગર સિવિલમાં સારવાર

માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 81 વર્ષના વૃદ્ધે અંતિમ શ્વાસ ભર્યા હતા. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત

દર્દીઓના મોતનો આંકડો વધીને 18 થયો છે

સેક્ટર 29માં રહેતા આ વ્યક્તિએ દુબઈથી

આવીને પ્રવાસની વિગતો છૂપાવી હતી તેમજ અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ

પરિવારજનોના જીવ જોખમમાં નાંખ્યા હતા. ગઈકાલે જ ગાંધીનગર સિવિલમાંથી 86 વર્ષના વૃદ્ધાને કોરોના

વાયરસમાંથી સાજા થતા રજા આપવામાં આવી હતી. આ વૃદ્ધા સૌપ્રથમ સંક્રમિત થયેલા

વ્યક્તિના ફોઈ થાય છે. વૃદ્ધાને તેના પુત્રના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હતો. સેક્ટર 29માં રહેતા જે

વૃદ્ધનું ગાંધીનગર સિવિલમાં મોત થયું છે તેના પરિવારજનો પણ કોરોનાના સંક્રમણની

સારવાર લઈ રહ્યા છે.

Next Story