એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે Avantha ગ્રુપના પ્રમોટર બિઝનેસમેન ગૌતમ થાપરની ધરપકડ કરી હતી. થાપર સામે બેંક છેતરપિંડીના અનેક કેસોની તપાસ ચાલી રહી છે. જૂન મહિનામાં સીબીઆઈએ ગૌતમ થાપર અને તેમની કંપની પર 2434 કરોડ રૂપિયાથી વધુની બેંકો સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો હતો. જે બાદ આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે 60 વર્ષીય ગૌતમ થાપરની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી અને મુંબઈમાં તેની સાથે સંકળાયેલા વ્યવસાયોના સંદર્ભમાં દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

EDના અધિકારીઓએ કહ્યું કે ગૌતમ થાપરને આજે કોર્ટમાં રજૂ કરી શકાય છે, જ્યાં ઇડી તેની કસ્ટડી માંગશે. ઇડી થાપરની કંપની avantha realty, યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર અને તેની પત્ની વચ્ચેના કથિત વ્યવહારોની તપાસ કરી રહી છે. એજન્સી પહેલાથી જ કપૂર અને તેની પત્ની સામે PMLA હેઠળ તપાસ કરી રહી છે.