Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ:તાઉતે વાવાઝોડાથી 48 હજાર ખેડૂત અસરગ્રસ્ત, રૂપિયા 125 કરોડથી વધુની સહાય ચૂકવાશે

ગીર સોમનાથ:તાઉતે વાવાઝોડાથી 48 હજાર ખેડૂત અસરગ્રસ્ત, રૂપિયા 125 કરોડથી વધુની સહાય ચૂકવાશે
X

તાઉતે વાવાઝોડા એ તારાજી સર્જ્યા બાદ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના 345 ગામોમાં ખેતી બાગાયતના નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જીલ્લામાં કુલ 75 હજાર 549 હેકટર વાવેતર પૈકી 61 હજાર 075 હેકટર માં તાઉતે વાવઝોડાએ તારાજી સર્જી હતી જેમાં 48 હજાર અસરગ્રસ્ત ખેડૂતોને ખેતી નુકસાન પેટે 125 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવશે

અરબી સમુદ્રમાં સર્જાયેલ વિનાશક તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર તારાજી સર્જી હતી.ખાસ કરીને ખેતીના પાકમાં મોટાપાયે નુકસાનથી ખેડૂતો પાયમાલીની કગાર પર આવી ગયા છે.સરકારે રાજ્યના પાંચ જિલ્લા ના ખેતીવાડી સ્ટાફને ગીર સોમનાથ જિલ્લામાં તૈનાત કરી યુધ્ધના ધોરણે ખેતી પાકોના નુકસાનનો સર્વે હાથ ધર્યો હતો જે પૂર્ણ થઈ ચૂક્યો છે.જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્ર ખતાલે એ માહિતી આપતા જણાવ્યુ હતું કે ગીર સોમનાથ જિલ્લામાં સર્વે બાદ જિલ્લામાં કુલ 75 હજાર 549 હેકટર વાવેતર પૈકી 61 હજાર 075 હેકટરમાં તાઉતે વાવઝોડા થી નુકસાન સામે આવ્યું છે.સરકાર ના સર્વે મુજબ 44 હજાર 986 હેકટર માં 33 % થી વધુ નુકસાન હોય તેવા જિલ્લા માં 48 હજાર ખેડૂતો અસરગ્રસ્ત નોંધાયા છે.આ તમામ ખેડૂતોને અંદાજે રૂપિયા 125 કરોડ જેવી રકમ સહાય પેટે ચૂકવાસે.સરકાર દ્વારા 125 કરોડ પૈકી 90 કરોડ જેવી રકમ જિલ્લાને ફળવાઈ ચુકી છે.જો કે જિલ્લામાં લાઈટ અને ટેક્નિકલ ખામીના કારણે અસરગ્રસ્ત ખેડૂતોના ફોર્મ ભરવામાં વિલંબ થઈ રહ્યો છે હાલ 20 હજાર જેટલા ખેડૂતોના જ ફોર્મ ભરાયા છે.

જો કે બીજી તરફ તંત્રના સર્વેને લઈ ખેડૂતોમાં અશાંતોષ પણ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો દ્વારા સર્વેમાં વિસંગતતાના આક્ષેપો પણ લગાવાય રહ્યા છે.તંત્ર દ્વારા વાડી વિસ્તારમાં મકાનોના સર્વે થતા નથી આ ઉપરાંત આંબા અને નારિયેળીમાં સંપૂર્ણ વૃક્ષ ધરાશયી હોય તો જ ગણે છે જ્યારે ડાળીઓ સહિત ભાંગી પડેલા વૃક્ષો નો સમાવેશ કરાતો નથી.

જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ખેતી નુકસાન નો સર્વે તો પૂર્ણ કરાયો છે પરંતુ અસરગ્રસ્ત ખેડૂતો ના અરજી ફોર્મ હજુ સ્વીકારી શક્યા નથી.ફોર્મ રજૂ થયા બાદ જ સહાયની રકમ ચૂકવાસે એટલે હજુ ખેડૂતોના ખાતા સરકારી સહાય પહોંચતા એક સપ્તાહ જેવો સમય વીતી શકે છે.

Next Story