Connect Gujarat
Featured

ગીર સોમનાથ : પેઢાવાડા ગામની દીકરીએ ખેલો ઇન્ડિયા સ્પર્ધા અંતર્ગત જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, વધાર્યું જિલ્લાનું ગૌરવ

ગીર સોમનાથ : પેઢાવાડા ગામની દીકરીએ ખેલો ઇન્ડિયા સ્પર્ધા અંતર્ગત જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, વધાર્યું જિલ્લાનું ગૌરવ
X

ગીર સોમનાથ જિલ્લાના પેઢાવાડા ગામના એક ગરીબ પરિવારની દીકરીએ દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધા અંતર્ગત જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, ત્યારે આ દીકરીની મહેનત અને તેણીએ હાંસલ કરેલ સિદ્ધિએ પરિવાર સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ… “કઠોર પરિશ્રમ જ સફળતાની સીડી..”

આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના પેઢાવાડા ગામના, જ્યાં ભુપત ડોડીયા નામના વ્યક્તિ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દીકરો અને પતિ-પત્ની આમ કુલ 5 લોકોનો આ પરિવાર માત્ર પરિવારના મોભી ભુપત ડોડીયા પર નિર્ભર છે. પરંતુ આ પરિવારે ક્યારેય કલ્પના ન કરી હોય તેમ તેમના પરિવારની 10માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરીએ જુડો ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. સરકારે જુડો ચેમ્પિયન સોનલ ડોડિયાની કુશળતા પાછળ તેના અભ્યાસ અને જુડોની તાલીમનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો છે. આ દીકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર "બેટી બચાઓ, બેટી પઢાઓ'' સૂત્રને સાર્થક કરી બતાવ્યુ છે.

જોકે, પેઢાવાડા ગામની બહાદુર દીકરી સોનલ ડોડીયા આજે દેશની જુડો ચેમ્પિયન બની ચુકી છે. ખેલો ઇન્ડિયા સ્પર્ધા-2020 અંતર્ગત સોનલ ડોડીયાએ નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ઉપરાંત સોનલ ડોડીયાએ આજ દિન સુધીમાં જુડોમાં 6 ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ અને સિલ્વર સહિત કુલ 19 મેડલ મેળવ્યા છે, ત્યારે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તે સમજી સોનલ ડોડીયાએ અનેક મેડલ સહિત પ્રમાણપત્રો મેળવ્યા છે. ગુજરાતની અન્ય યુવતીઓ માટે સંદેશ આપતા જુડો ચેમ્પિયન સોનલ ડોડીયાએ જણાવ્યુ હતું કે, 'દરેક યુવતીએ જુડો શીખવું જ જોઈએ. જુડોથી આપણો આત્મવિશ્વાસ વધે છે અને દરેક વ્યક્તિ જુડોથી પોતાની રક્ષા પણ કરી શકે છે.

Next Story