Connect Gujarat
ગુજરાત

દાહોદમાં કાકો બન્યો અઢીવર્ષીય ભત્રીજીના લોહીનો પ્યાસો, મળ્યો જંગલમાંથી બાળકીનો નગ્ન મૃતદેહ

દાહોદમાં કાકો બન્યો અઢીવર્ષીય ભત્રીજીના લોહીનો પ્યાસો, મળ્યો જંગલમાંથી બાળકીનો નગ્ન મૃતદેહ
X

બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કર્યાની આશંકા

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં વેફર અપવાવાના બહાને કુટુંબી કાકો અઢી વર્ષની ભત્રીજીને રવિવારે સવારે ઉઠાવી જતાં અપહરણનો ગુનો નોંધાયો હતો. સોમવારે સાંજે જંગલમાં આવેલા ખેતરમાં આ બાળકીનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે.

આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કર્યાની આશંકા છે. જોકે, વધુ વિગત મેળવવા પોલીસ પોસ્ટ મોર્ટમની રાહ જોઇ રહી છે. સીંગવડ તાલુકાના છાપરવડ ગામના નદી ફળિયામાં રહેતાં પારૂભાઇ વીરાભાઇ બારિયા પોતાની પૌત્રીઓ સાથે ઘરે હાજર હતાં. તે વખતે ગામના સેંકડા ફળિયામાં રહેતો કુટુંબી હરેશભાઇ ઉર્ફે ભોપત કાન્તી બારિયા તેમની પાસે આવ્યો હતો.

આ ઘટનામાં બાળકીને વેફર અપાવવાનું કહી અઢી વર્ષની ભુરીબેનને લઈ ગયો હતો.બે કલાકનો સમય વિતવા છતાં હરેશ પરત નહીં આવતાં શોધખોળ શરૂ કરવા સાથે રણધિકપુર પોલીસ મથકે અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. સોમવારે સાંજે બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

Next Story