Connect Gujarat
દુનિયા

ભારતમાં ફસાયેલા વિદેશી પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સરકારે બનાવ્યું ખાસ વેબ પોર્ટલ

ભારતમાં ફસાયેલા વિદેશી પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સરકારે બનાવ્યું ખાસ વેબ પોર્ટલ
X

પર્યટન મંત્રાલયે ભારતમાં ફસાયેલા વિદેશી

પ્રવાસીઓને મદદ માટે વેબ પોર્ટલ શરૂ કર્યું છે. તેની મદદથી વિદેશી નાગરિકો આવશ્યક

સેવાઓ વિશેની માહિતી મેળવીને તેનો લાભ લઈ શકશે. પર્યટન મંત્રાલયે એક નિવેદનમાં

જણાવ્યું છે કે, ભારતમાં ફસાયેલા ‘Stranded in India’ શીર્ષક ધરાવતા પોર્ટલનો હેતુ વિદેશી પર્યટકોને સહાય માટેનો છે. આ

પોર્ટલમાં વિદેશ મંત્રાલયના નિયંત્રણ કેન્દ્રો વિશેની માહિતી તેમજ તેમનો સંપર્ક પણ

કરવામાં આવશે.

આખી દુનિયા કોરોના વાયરસથી સર્જાતા જોખમનો સામનો

કરી રહી છે. સૌથી વધુ અસર પર્યટકો અને ખાસ કરીને વિદેશ પ્રવાસ કરનારા પર આની વધારે

ખરાબ અસર પડી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, strandedinindia.com પોર્ટલ પર કોરોના વાયરસ

હેલ્પલાઈન નંબર્સ અને કોલ સેન્ટર્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જે વિદેશી પ્રવાસીઓને મદદ કરી શકે છે.

Next Story