Connect Gujarat
ગુજરાત

વલ્લભવિધાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૨મો પદવીદાન સમારોહ સંપન્ન

વલ્લભવિધાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૨મો પદવીદાન સમારોહ સંપન્ન
X

  • ૧૧૯ વિધાર્થીઓને સુવર્ણપદક એનાયત

    કરાયા

ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ નવ પદવીધારકોને

જીવનમાં સખત પરિશ્રમ, શિસ્ત અને સમર્પણ ભાવનાના સમન્વયથી

સફળતાના શિખરો પ્રાપ્ત કરવાની શીખ આપી હતી. શિક્ષિત સમુદાયનો ધ્યેય હરહંમેશ સમાજના

છેવાડાના માનવીના ઉત્થાન માટેનો હોવો જોઇએ તેમ તેમણે ઉમેર્યુ હતુ. પૂજ્ય બાપુના

ગ્રામોદયના સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા નવ યુવાનોને સંકલ્પબધ્ધ બનવા તેમણે અનુરોધ

કર્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે

ત્યારે હંમેશા જીવનમાં શિખવાની ધગશ રાખી રાષ્ટ્રના ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાની

જાળવણી આપણી નૈતિક જવાબદાર સમજી કરવા સંકલ્પબધ્ધ

થવા જણાવ્યુ હતું.

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકૈયા નાયડુએ આજે સરદાર પટેલ

યુનિવરર્સિટીના ૬૨ માં પદવીદાન સમારોહમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા

હતા. આ પદવીદાન સમારોહમાં ૧૧૯ વિધાર્થીઓને

સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કુલ ૧૫૫૦૫

વિધાર્થી-વિધાર્થીનીઓને વિવિધ અભ્યાસક્રમો માટેની પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

ઉપરાષ્ટ્રપતિએ અખંડ ભારતના શિલ્પી સરદાર

સાહેબને તેમની પૂણ્યતિથીએ ભાવાજંલિ અર્પણ

કરતા જણાવ્યુ કે સરદાર સાહેબે દેશને એકસુત્રતાના તાંતણે બાંધ્યો હતો. સરદાર

સાહેબના જીવનમૂલ્યો અને આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરી તેમના કાર્યો અને

સિધ્ધાંતોથી પ્રેરણા લઇને રાષ્ટ્રની સેવા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

વલ્લભવિધાનગરના સ્થાપક ભાઇકાકા અને ભીખાભાઇ પટેલનું પણ તેઓએ સ્મરણ કર્યુ હતું.

ઉપરાષ્ટ્રપતિએ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાશક્તિ(ડેમોગ્રાફીક

ડિવીડન્ડ) ધરાવતો દેશ છે. દેશની કુલ વસ્તીમાં ૬૫ ટકાથી વધુ યુવાનો ૩૫ વર્ષથી

નીચેની વયજુથના છે .વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતની સંકલ્પનાને સાકાર

કરવા માટે યુવાનોને પોતાની નૈતિક જવાબદારી સમજીને જનભાગીદારીથી રાષ્ટ્રના વિકાસ

માટે પ્રતિબધ્ધ બનવા જણાવ્યુ હતુ.

ઉપરાષ્ટ્રપતિએ દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન

ડોલરના આંકે પહોંચાડવા માટે નીતિ આયોગ દ્વારા ૨૦૨૨ સુધીમાં નવા ભારતના નિર્માણ

માટેના ૪૧ જેટલા માનવવિકાસ માટેના જરૂરી માપદંડો નિયત કરવામાં આવ્યા છે જેમાં

યુવાધને પોતાનું યોગદાન આપવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ.

વિધાર્થીઓને શીખ આપતાં ઉપરાષ્ટ્રપતિએ તમારૂ ભાવિ

ખૂબ જ ઉજ્જવળ છે, નવા પડકારો પણ આવશે ત્યારે પડકારોને ઝીલી

લઇને શેર એન્ડ કેરની ભારતીય પંરપરાને અનુસરવા તેમણે જણાવ્યુ હતુ. આપણે Cast

, Creed, Cash & Criminality ના ખોટા માર્ગેથી પાછા વળીને આપણી

સંસ્કૃતિએ આપેલી ધરોહર સમાન Character, Calibar, Capacity, Contact ના ચાર C ના

મુદ્રાલેખને અપનાવીને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા તેમણે જણાવ્યુ હતુ.

તેઓએ યુવાનો ભારતીય પરંપરાથી શારિરીક તંદુરસ્તી

કેળવે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બની

માતાપિતા, જન્મભૂમિ, માતૃભાષા,

ગુરૂ અને શિક્ષણ સંસ્થા તથા સંસ્કૃતિ અને વારસાની હંમેશા કાળજી લેવા

અને તેની જાળવણી રાખવા ઉપર ભાર આપ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને તેમની નવીનતાઓ અને

શોધ-સંશોધનો સમાજને હરહંમેશ મદદરૂપ બને તે માટેનું સામાજિક દાયિત્વ

નિભાવવા અનુરોઘ કર્યો હતો.

તેમણે વિદ્યાર્થીઓને વિશ્વાસું, આધ્યાત્મિક, જવાબદેહી, હિંમતવાન,

દેશભક્ત,પ્રામાણિક, શિસ્તબદ્ધતા

અને સમય પાલન જેવા ગુણો કેળવવાની શીખા આપી હતી. મંત્રીશ્રીએ સરદાર સાહેબના

નિર્માણ દિને તેમને શ્રધ્ધાંજલિ પાઠવી

હતી.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી

વિભાવરીબેન દવે, સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય

મયુર રાવલ,પૂર્વ મંત્રી રોહિત પટેલ, પૂર્વ

ધારાસભ્ય સંજય પટેલ,અગ્રણી મહેશ પટેલ,રાજેશ

પટેલ, ચારૂત્તર વિધામંડળના અધ્યક્ષ ભીખુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા, સેનેટ - સિન્ડીકેટ

સભ્યો, ફેકલ્ટી ડીન, પ્રાધ્યાપકો ,

વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Next Story