Connect Gujarat
Featured

ગાંધીનગર: ધોરણ-10 બોર્ડનું પરિણામ જૂનના અંતિમ અઠવાડીયામાં જાહેર થશે, વાંચો કેવી રીતે અપાશે પરિણામ

ગાંધીનગર: ધોરણ-10 બોર્ડનું પરિણામ જૂનના અંતિમ અઠવાડીયામાં જાહેર થશે, વાંચો કેવી રીતે અપાશે પરિણામ
X

ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે.

જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે અને જુલાઇના પ્રથમ સપ્તાહમાં માર્કસીટનું વિતરણ થશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો.11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે.

આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.

Next Story