/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/1530648099_notice.jpg)
આ પ્રકરણમાં ગુજરાત સરકારનાં મોટાં માથાં સંડોવાયાની ફરિયાદ
સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન છતાં ફરિયાદ સંવેદનશીલ હોવાનું કારણ આપી અપલોડ ન કરાઇ
ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ કોર્પોરેશનના ડ્રાઈવર પાસે આવક કરતા વધુ કરોડો રૂપિયાની સંપત્તિ હોવાની ફરિયાદની તપાસ એન્ટિકરપ્શન બ્યુરો પાસેથી લઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવાની માગણી કરતી પીટિશન સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એન્ટિકરપ્શન બ્યુરોને નોટિસ ફટકારી છે.
જેની વધુ સુનાવણી ચોથી ઓગસ્ટના રોજ હાથ ધરાશે. અરજદારની રજૂઆત હતી કે જીએસપીસીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરતગીરી ગોસ્વામી પાસે આવક કરતા આશરે ૧૧ કરોડ રૂપિયાના મૂલ્યની સ્થાવર તથા જંગમ મિલકતો હોવાની માહિતી મળી હતી. જો કે આ સંપત્તિનું વાસ્તવિક બજાર મૂલ્ય રૂપિયા ૨૫૦ કરોડથી પણ વધુ ગણાઈ રહી છે. અરજદાર દ્વારા આ માહિતીનું ક્રોસવેરિફેકેશન પણ કરવામાં આવ્ય્ હતું.
જેના આધારે ૨૭મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ એન્ટિ કરપ્શન બ્યુરોની ગાંધીનગર સ્થિત ઓફિસે એફઆઈઆર નોંધવવામાં આવી હતી. જેમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભરતગીરીએ વર્ષ ૨૦૧૬માં સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હોવાની જાણકારી ત્યારે મળી હતી.
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર દરેક એફઆઈઆરની નકલ સરકારે ઓનલાઈન અપલોડ કરવાની રહે છે જેથી પક્ષકારો તેમજ અન્ય સંબંધિત લોકો માટે તે ફરિયાદ ઉપલબ્ધ શકે.
અરજદારનો આક્ષેપ છે કે આ એફઆઈઆરના નંબર જ્યારે સરકારની વેબસાઈટ પર એન્ટર કરવામાં આવે છે ત્યારે આ ફરિયાદને'સંવેદનશીલ' ની શ્રેણીમાં મૂકી હોવાથી તે ઉપલબ્ધ ન બની શકે તેવું કારણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ અરજદારને માહિતી મળી હતી કે આ તમામ સંપત્તિ ભરતગીરીની નહીં પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવની માલિકીની છે અને એસીબી પણ આ વાતથી અજાણ છે. સરકારી ડ્રાઈવર તરીકે ફરજ બજાવનારી વ્યક્તિ પાસે આટલી સપત્તિ ક્યાંથી આવી હશે તે સવાલ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.
આ ફરિયાદ નોંધાયાને એક વર્ષથી પણ વધુનો સમયગાળો વીતી ચૂક્યો હોવા છતાં એસીબીએ આ ફરિયાદ પર કોઈ વધુ કાર્યવાહી કરી નથી. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે પૂર્વ મુખ્ય સચિવે પોતાની વગનો ઉપયોગ કરી આ તપાસ અટકાવી છે જેના કારણે હજુ સુધી ફરિયાદનું નિવેદન લેવાયું નથી. ઉપરાંત જો કેસની વધુ તપાસ થાય તો પણ એસીબીની તપાસ સામે સ્વાભાવિક પણે સવાલો થશે. તેથી આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)ને સોંપવી જોઈએ.
- સરકારીડ્રાઈવરની અપ્રમાણસર મિલકતનો રેલો ક્યાં સુધી?
ભરતગીરી ગોસ્વામી અને ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ વિરૂદ્ધ થયેલા આક્ષેપો પૈકી કેટલાંક આક્ષેપો મોટી સાંઠગાંઠ તરફ ઇશારા કરે છે. આ બાબતની ઓનલાઈન એફઆઈઆર સંવેદનશીલ ગણી ઉપલબ્ધ નથી કરાવવામાં આવી.
જેના થકી તાગ મેળવી શકાય છે કે રાજ્ય સરકાર, ગૃહ મંત્રાવય અને પોલીસ વિભાગ સાથે મળીને આરોપીઓને છાવરવાની કોશિશ કરી રહી છે. ઉપરાંત તેમને આ કૌભાંડ મુદ્દે જાણકારી પણ છે તેમજ તટસ્થ કાર્યવાહીના સ્થાને ભેદી મૌન સેવાઈ રહ્યું છે.