Connect Gujarat
ગુજરાત

GST રિટર્ન ભરનારાઓ માટે ગુજરાત હાઈકોર્ટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

GST રિટર્ન ભરનારાઓ માટે ગુજરાત હાઈકોર્ટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય
X

GST અંતર્ગત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી શકાય, તેવો ગુજરાત હાઈકોર્ટે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

વેપારીઓ દર મહિને GSTR- ૩B ફાઈલ કરે છે તે રિટર્ન નથી પરંતુ તે માત્ર ફક્ત ટેક્સ વસૂલવા માટેનું ફોર્મ છે. કાયદાની જોગવાઈ મુજબ વાર્ષિક રિટર્ન ફાઈલિંગની છેલ્લી તારીખ સુધી કરદાતા ITC મેળવી શકે. જે વેપારીને ૨૦૧૭-૧૮ના વર્ષ માટેની બાકી રહી ગયેલી ITC રિટર્ન ભરવાની અવધિ તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૯ સુધીની મેળવી શકશે.

હાઈકોર્ટના આ આદેશને પરિણામે દેશભરના કરદાતાઓ ITC મેળવી શકશે અને તેને કેરી ફોરવર્ડ પણ કરી શકશે. વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટીશનર્સ ચર્ચાનો વિષય બની ગયું છે, તેમનું કહેવું છે, કે વેપારીઓ સાચું અને સમયસર રિટર્ન ફાઈલ કરી શકે તે હેતુસર સરકારે, તત્કાળ આ મામલે જરૂરી સ્પષ્ટતા કરવી જોઈએ અથવા આ અંગે નોટિફીકેશન જારી કરવું જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે, એક કેસમાં આદેશ કરતા જણાવ્યું છે કે, GST કરદાતાઓ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી ૨૦૧૭-૧૮ની ITC લઈ શકશે. ખરીદ સાઈડના વ્યવહારોની ચોપડે એન્ટ્રી હોય તે વ્યવહારો વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ સુધી સામેલ કરી શકાશે અને ક્રેડિટ મેળવી શકાશે.

અગાઉ સરકારે કરેલ સરક્યુલર મુજબ વેપારીઓએ આ ક્રેડિટ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ પહેલાં લઈ લેવી જરૂરી હતી. આ મુદત તા.૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી લંબાવી હતી. આમ છતાં ઘણાં કરદાતા ITCમેળવી શક્યા નહોતા. સરકારે, માર્ચ, ૨૦૧૯ના રિટર્ન ફાઈલ કર્યા પછી કોઈ પણ બાકી રહેલી ક્રેડિટ મળશે નહીં, એવી જાહેરાત કરતો સરક્યુલર કર્યો હતો.

GSTR- ૩B, કલમ- ૪૯ અંતર્ગત રિટર્ન નથી. કલમ- ૪૯માં જણાવ્યા મુજબ, વાર્ષિક રિટર્ન GSTR- ૯ ભરવાની છેલ્લી તારીખ સુધી વેપારીઓ ઈન પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકે છે. આમ, હવે જે કરદાતાઓએ ITC મેળવવાની બાકી તેવા કરદાતાઓ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી એટલેકે તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૯ સુધી ITC મેળવી શકશે.

Next Story