Connect Gujarat
દેશ

"GST કલેક્શન" : આર્થિક સુસ્તી વચ્ચે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર

GST કલેક્શન : આર્થિક સુસ્તી વચ્ચે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર
X

જાન્યુઆરી મહિનાના પહેલા

દિવસે GSTને લઈને સરકાર માટે સારા સમાચાર સામે

આવ્યા છે. ડિસેમ્બર મહિનામાં GST કલેક્શન 1.3 લાખ કરોડ રૂપિયા થયું હતું. 16 ટકાનો વધારો નોંધાયો છે. આ જાણકારી

બુધવારના રોજ સરકારે આપી છે. આર્થિક સુસ્તી વચ્ચે આ રાહત આપનારા સમાચાર છે.

મળતી માહિતી અનુસાર કેન્દ્રીય

GST 19,962 કરોડ રૂપિયા, રાજ્યના GST

26,792 કરોડ રૂપિયા અને

ઇન્ટીગ્રેટેડ GST 48,099 કરોડ રૂપિયા રહી છે. જેમાં ઈમ્પોર્ટ

દ્વારા જમા કરવામાં આવેલા 21,295

કરોડ રૂપિયા સામેલ છે. આ સિવાય 8331

કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા જેમાં ઈમ્પોર્ટના 847 કરોડ રૂપિયા પણ સામેલ છે.

નવેમ્બર મહિનામાં GST કલેક્શન કુલ 1,03,492 કરોડ રૂપિયા થયું છે. તો ડિસેમ્બર મહિનામાં આ કલેક્શન 1,03,184

કરોડ રૂપિયા રહ્યું

છે. આ પહેલા ઓગસ્ટ,સપ્ટેમ્બર,

ઓક્ટોબર, નવેમ્બરમાં GST કલેક્શન 1 લાખ

કરોડ રૂપિયાની નીચે રહ્યું હતું. સરકાર દ્વારા જીએસટી કલેક્શનને લઈને એક કમિટી

બનાવવામાં આવી છે. જેમાં સિનિયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી

દ્વારા સિસ્ટમને મજબૂત કરવા માટે કોશિશ કરવામાં આવી રહી છે.

Next Story