Connect Gujarat
Featured

“વિકલી ડ્રાઇવ” : ગુજરાતમાં COVID-19ના નિર્દેશોનું લોકોએ કર્યું ઉલ્લંઘન, રૂ. 3 કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો

“વિકલી ડ્રાઇવ” : ગુજરાતમાં COVID-19ના નિર્દેશોનું લોકોએ કર્યું ઉલ્લંઘન, રૂ. 3 કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો
X

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન મુજબ COVID-19ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે (SEOC) દ્વારા સમગ્ર ગુજરાતમાં વિકલી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. COVID-19 મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય નિર્દેશોનું ઉલ્લંઘન કરતી વ્યક્તિઓ વિરૂધ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી સપ્તાહભરમાં રૂપિયા 3 કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં 9થી 15 ઓક્ટોબર દરમ્યાન યોજવામાં આવેલ ડ્રાઇવમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવાના કુલ 38622 કેસ, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરવાના કુલ 1250 કેસ, વિશાળ જાહેર મેળાવડા, સંમેલન કે સભાઓ યોજવા અંગેના કુલ 20 કેસ, જાહેર સ્થળોએ થૂંકવાના કુલ 601 કેસ તેમજ જાહેર સ્થળોએ દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેના વપરાશના કુલ 532 કેસ નોંધાયા છે. આવા કિસ્સાઓમાં કુલ 1943 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 3,89,81,600 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 1 સપ્તાહ સુધી ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ જોડાઈ હતી. જે લોકોએ ગાઈડલાઇનનું ઉલ્લંઘન અને નિયમ ભંગ કર્યો હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં અનેક લોકો એવા છે જે આજે પણ કોરોના સામે લડવા માટે બેદરકાર જણાય છે.

Next Story