/connect-gujarat/media/post_banners/b966ff1f025fda489c58ca25868d2459fdda6ece6b0c5c7fd37d3f421cc58594.jpg)
રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. ભાજપ અમદાવાદની તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે એલિસબ્રિજ બેઠક પર ભાજપની મહિલા કાર્યકરો સાથે કનેક્ટ ગુજરાતે ખાસ વાતચીત કરી તેમના મુદ્દાઓને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદ શહેરની એલિસબ્રિજ બેઠક એક વિકસિત વિસ્તાર છે. આ વિસ્તારમાંથી અમદાવાદ મહાનગરપાલિકાને 3 મેયર મળ્યા છે, અને ભાજપે વર્તમાનમાં પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ આપી છે. આ બેઠક પર ભાજપને વિજય મળવાનો પૂરો વિશ્વાસ છે. છતાં આ બેઠક પર ભાજપની મહિલા કાર્યકરો શું માને છે, અને પોતે ગૃહિણી હોય તેમના કયા કયા મુદ્દા છે, તે જાણવા કનેક્ટ ગુજરાતે પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને આ બેઠક પર અશાંત ધારાનો મુખ્ય મુદ્દો છે. આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ છે, પણ કાર્યકરો કહે છે કે, કડક રીતે આ નિયમ લાગુ થવો જોઈએ. કારણ કે, અહી એક ચોક્કસ સમુદાય કબજો કરી રહ્યો છે. તો બીજી તરફ, ગૃહિણીઓમાં મોંઘવારીનો મુદ્દો પણ છે. સરકારે બજેટને સમતોલ કરવું જોઈએ. આમ અનેક મુદ્દાઓ પર ભાજપની મહિલા કાર્યકરોએ વાત કરી હતી.