અમદાવાદ : NCPને રામ રામ કહી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, AAPના નેતા રાઘવ ચઢ્ઢાએ ખેસ પહેરાવી આવકાર્યા...

NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા.

New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે, ત્યારે NCPમાંથી રેશ્મા પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ આપના સયોજક અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ત્યારબાદ આજે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રેશ્મા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ ગોંડલના બદલે હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યુ જતું કે, 'પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો AAPમાં જોડાઈ રહ્યો છે, અને તેમણે અનેક સામાજિક કાર્યો કર્યા છે, ત્યારે તેમનું આપ પાર્ટીમાં સ્વાગત છે. રેશ્મા પટેલે ગોંડલ બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. પણ NCPએ મેન્ડેટ ન આપતા તેઓ નારાજ થયા હતા. કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનમાં ગોંડલ સીટને બહાર રાખવામાં આવી હતી.

Latest Stories