Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર લગાવવામાં આવી પરીવર્તનની ઘડિયાળ,મત ગણતરીના દિવસે ઘડિયાળ થશે બંધ

ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે

X

ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. કાર્યાલય પર ઘડિયાળનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસના સિનિયર નેતા ચિદમ્બરમ આવ્યા હતા. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે.જેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 8 ડિસેમ્બરના રોજ આ ઘડિયાળ બંધ થશે ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસની સરકાર સ્થપાશે તેઓ કોંગ્રેસે દાવો કર્યો હતો. આ અંગે કોંગી નેતા ના જણાવ્યા અનુસાર ગુજરાત ચૂંટણીમાં પણ પ્રચાર દરમિયાન લોકોની જે ભાવના હતી તેને પ્રતિબિંબ કરવા માટે આ ઘડિયાળ મૂકવામાં આવી છે. આ ઘડિયાળમાં એક એક સેકેન્ડનો હિસાબ છે. જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે. એ દિવસે 12 વાગ્યેએ ઘડિયાળ બંધ થશે અને ભાજપની સરકાર સત્તા વિહીન બનશે.આ ગુજરાતની જનતા જે મહેસુસ કરે છે. તેનું પ્રતિબિંબ હોવાનું કોંગી નેતા જણાવ્યું હતું.

આમ ગુજરાતની ચુંટણીમાં કોંગ્રેસ ભવન પર લાગેલી પરિવર્તનની ઘડિયાળ આકર્ષણ બની છે પણ રાજ્યમાં સત્તા પરિવર્તન થસે કે પુનરાવર્તન તે ૮ ડિસેમ્બરે ખબર પડશે પણ ગુજરાત કોંગ્રેસનું માનવું છે કે આ ઘડિયાળ જ્યારે તેના સમયે બંધ થસે ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સત્તા હસે અને ૨૭ વર્ષ બાદ રાજ્યમાંથી ભાજપની વિદાય થશે આમ રાજ્યની ચૂંટણી હવે રસપ્રદ બની રહી છે.

Next Story