Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

X

ચૂંટણી પાંચ દ્વારા આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી.જેનો અંત આજે આવી ગયો છે.આજે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પંચે કહ્યું હતું કે નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે.

ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત. તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે.

2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

Next Story