Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

આપનો CM પદનો ચહેરો એવા ઈશુદાન ગઢવી આવી રીતે કરી રહ્યા છે પ્રચાર, જીતનો પણ કર્યો દાવો

ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે

X

આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા ઈશુદાન ગઢવી જામખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે હાલ તેઓ પ્રચાર કાર્યમાં વ્યસ્ત બન્યા છે રાજ્યમાં ચૂંટણી ને લઈ દરેક ઉમેદવાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે રાજ્યની કેટલીક બેઠકો હાઈ પ્રોફાઇલ બની ગઈ છે તેમાંની એક બેઠક છે જામખંભાળિયા.

જ્યાંથી આમ આદમી પાર્ટીના સીએમ પદના ચેહરા ઇશુદાન ગઢવી ચુંટણી લડી રહ્યા છે.અહી આહીર સમાજની વસ્તી ૫૨ હજારની આસપાસ છે તેથી ઇશુદાનને વિશ્વાસ છે કે અહીંથી તેઓ વિજય મેળવશે. વિજયનો વિશ્વાસ હોવા છતાં ઇશુદાન દિવસ રાત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.દરેક સમાજના નાના મોટા લોકોને મળી આમ આદમી પાર્ટીને મત આપવા સમજાવી રહ્યા છે.ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે

Next Story