કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, રાહુલ ગાંધી-જગદીશ ઠાકોર સહિત આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે

New Update
કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, રાહુલ ગાંધી-જગદીશ ઠાકોર સહિત આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખોના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે 40 જેટલા સ્ટાર પ્રચારકો નિમ્યા છે. જો કે કોંગ્રેસ પણ પ્રચારમાં પાછી પાની કરવા માગતી નથી જેથી તેણે મોટા ગજાના નેતાઓને મેદાને ઉતાર્યા છે જેમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી સહિત 40 નેતાઓનો સમાવેશ થાય છે. પ્રિયંકા ગાંધી, દિગ્વિજયસિંહ, સચિન પાયલોટનો સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપાયું છે. તો બીજી તરફ ગુજરાતનાં સિનિયર નેતાઓને પણ આ યાદીમાં સ્થાન અપાયું છે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓનું પણ નામ છે. ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા ભરતસિંહ સોલંકી, નારણ રાઠવા, એએમ અમિતચાવડા જિગ્નેશ મેવાણી, અનંત પટેલ સહિતના નેતાઓને સ્થાન અપાયું છે..

જુઓ, 40 સ્ટાર પ્રચાકોની યાદી:-