/connect-gujarat/media/post_banners/f1e31685042035380de6750521bec67ad2e2714c4816c295e21f3636746d6e9b.jpg)
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક પર જયકાંત પટેલ તો જંબુસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે જેમાં ભરૂચ બેઠક પર જયકાંત પટેલને ટિકિટ આપવા આવી છે તો આ તરફ જંબુસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. ભરૂચ બેઠક પર કોળી પટેલ ઉમેદવાર જયકાંત પટેલનો ભાજપના રમેશ મિસ્ત્રી અને આમ આદમી પાર્ટીના મનહર પરમાર સામે થશે તો જંબુસર બેઠક પર સંજય સોલંકીનો સામનો ભાજપના ડી.કે.સ્વામી અને આમ આદમી પાર્ટીના સાજિદ રેહાન સાથે થશે.બન્ને ઉમેદવારના નામની જાહેરાત થતાની સાથે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.