વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં કોને-કોને સ્થાન મળશે અને એનું જ્ઞાતિ સમીકરણ કેવું હશે એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગ્યા બાદ તેઓએ પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળ વિષે પૂંછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ તમને ચોક્કસ જણાવવામાં આવશે, સમય પ્રમાણે બધુ થાય તો તમને અને અમને પણ ગમશે.
ગુજરાતના મંત્રી મંડળમાં કયા ચહેરા હશે? જુઓ CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
પત્રકાર પરીષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળ વિષે પૂંછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે
New Update