Connect Gujarat
ગુજરાત

ગુજરાત: એક લાખ રૂપિયાની લોન મેળવવા ગુરુવારથી ફોર્મનું વિતરણ, 9 હજાર સ્થળોએ મળશે ફોર્મ

ગુજરાત: એક લાખ રૂપિયાની લોન મેળવવા ગુરુવારથી ફોર્મનું વિતરણ, 9 હજાર સ્થળોએ મળશે ફોર્મ
X

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના પગલે રાજ્યભરમાં ધંધા-રોજગારમાં અસર જોવા મળી રહી છે. જેને લઇને રાજ્યના તમામ નવા વ્યવસાયકારોને મદદ રૂપ થવાના હેતુથી સીએમ વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી હતી. રાજ્યના સીએમ દ્વારા નાના ધંધારોજગારી કરતા લોકોને મદદ કરવા હેતુસર શરૂ કરેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ 21મીથી રાજ્યમાં 9,000 જેટલા સ્થળોએ આપવામાં આવશે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ કોને લોન આપવી કે નહી તે અંગે સહકારી બેન્ક તેમજ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા નક્કી કરવામાં આશે. આ લોન ત્રણ વર્ષ માટે રહશે. આ લોનમાં પહેલા 6 મહિના માટેનો સમય મોરેટિય પિરિયડ ગણાશે. રાજ્યના વેપારીઓ દ્વારા કરાયેલી અરજી પર બેન્ક દ્વારા તેમને લોન મળશે કે નહીં તે અંગે 31 ઓક્ટોબર સુધીમાં લેવાનો રહેશે. લોનની અરજી કરનારાઓના ખાતામાં 15 નવેમ્બર સુધીમાં રકમ જમા કરાવામાં આવશે. આ અંગે કોઇ ફી કે ચાર્જ લેવામાં આવશે નહીં.

અરજી કરનારે 31 ઓગસ્ટ સુધીમાં ફોર્મ જમા કરાવાના રહેશે

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને લઇને સીએમના સચિવ અશ્વિન કુમારે કહ્યું કે આવ અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેંક શાખા, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંક અને 7 હજારથી વધુ ક્રેડિટ કો-ઓપરેટવિ સોસાયટી મળી 9,000 જેટલા સ્થળોએથી મેળવી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ ભરીને 31 ઓગસ્ટ સુધીમાં પરત કરવાના રહેશે.

3 વર્ષ માટે અંદાજે 10 લાખ વ્યક્તિઓને 1 લાખ સુધીની લોન અપાશે
સીએમના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ નાના વેપારી, કારીગરો-ધંધો રોજગાર કરનારા અંદાજે 10 લાખ જેટલા વ્યક્તિઓને 1 લાખની લોન 3 વર્ષ માટે માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. આ લોનમાં કોઇપણ જાતના ગેરેંટરની જરૂરિયાત રહેશે નહીં. આ સાથે આ લોનની શરૂઆતથી 6 મહિના સુધી કોઇ હપ્તો વસુલવામાં આવશે નહીં.

3 વર્ષ માટેની આ લોન સહકારી બેંક લાભાર્થીઓને 8 ટકા વ્યાજે આપવાને લઇને કરેલી જાહેરાતને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સીએમએ નાના ધંધા-વેપાર કરનારાઓને વ્યાજનો બોજ ન સહન કરવો પડે તે માટે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ પોતે ભરશે તેવો નિર્ણય લીધો છે.

Next Story