Connect Gujarat
Featured

શાળાઓની ફીમાં 25 ટકા રાહત મળશે, વાલી મંડળે સરકારી નિર્ણયને ગણાવ્યો લોલીપોપ

શાળાઓની ફીમાં 25 ટકા રાહત મળશે, વાલી મંડળે સરકારી નિર્ણયને ગણાવ્યો લોલીપોપ
X

રાજ્ય સરકારે શાળાની ફીમાં કરી 25 ટકા રાહતની જાહેરાત કરી છે. સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. સ્કૂલની અન્ય પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં. 25 ટકા ફી માફીનો નિર્ણય ગુજરાત બોર્ડ અને CBSEની શાળાઓમાં લાગુ પડશે. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવી પડશે.

રાજ્યની ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફી માટે તૈયાર થયા છે તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક મહિનાથી ફી માફી અંગે વિવાદ ચાલી રહ્યો છે, પણ વાલી મંડળમાં આ નિર્ણય અંગે હવે વિવાદ થયો છે વાલી મંડળના પ્રમુખ જયેશ પટેલે સરકાર પર આરોપ લગાવાયો કે આ લોલીપોપ છે અને સરકાર વાલીઓને ગુમરાહ કરે છે.

ગઈકાલે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણય અંગે સ્કૂલ સંચાલક મંડળે કહ્યું કે,વાલીઓ 31 ઓક્ટોબર સુધી ફી ભરે તો જ 20 % માફી આપીશું અને જે વાલી મોડી ફી ભરશે તેને આ લાભ નહીં મળે.છેલ્લા ત્રણેક મહિનાથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે 24 સપ્ટેમ્બરે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલ સંચાલકો સંમત થયા હતા. ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલોના સંચાલક મુખ્યમંત્રીના નિર્ણય સાથે સંમત થયા હતા. જો કે, આ ફી માફી સ્કૂલો બંધ રહે ત્યાં સુધી આપવી કે સ્કૂલો ચાલુ થયા પછી પણ ચાલુ રાખવી તે મામલે કોઈ નિર્ણય લેવાયો નથી.

Next Story