Connect Gujarat
Featured

ગુજરાત : HIV પોઝિટિવ લોકો માટે ‘વિહાન મોડલ કેર સપોર્ટ સેન્ટર’નું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું ઇ-ઉદ્ઘાટન

ગુજરાત : HIV પોઝિટિવ લોકો માટે ‘વિહાન મોડલ કેર સપોર્ટ સેન્ટર’નું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું ઇ-ઉદ્ઘાટન
X

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ (જીએસએનપી+) એચ.આઈ.વી. સાથે જીવતા લોકોનું રાજ્ય કક્ષાનું સામુદાયિક સંગઠન છે. સંગઠનના ૯ જિલ્લા માં વિહાન મોડેલ કેર સપોર્ટ સેન્ટર માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૦થી મંજૂરી આપવામાં આવી છે. કુમારભાઈ કાનાણી, આરોગ્ય મંત્રી (રાજ્ય કક્ષા) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકારના વરદ હસ્તે તારીખ ૩જી ઑક્ટ્બર ૨૦૨૦ના દિવસે e-ઉદ્દઘાટન જી.એસ.એન.પી.+ મુખ્ય કાર્યાલય સુરત ખાતે થી કરવામાં આવ્યું. જેમાં ડો. રાજેશ ગોપાલ, એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, આસીમ ચોવલા, CEO, ઈન્ડિયા HIV/AIDS અલાયન્સ તેમજ આ ૯ જિલ્લાના એ.આર.ટી. સેન્ટર ટીમ, વિહાન સેન્ટર ના પ્રોજેક્ટ સ્ટાફ અને અન્ય અગ્રણી સ્થાનિક સહયોગીઓ સહિત લાભાર્થીઓ સહભાગી થયા.

શ્રી રસિકભાઈ ભુવા, પ્રમુખ, જી. એસ. એન. પી.+ એ માનનીય આરોગ્ય મંત્રીને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આ પ્રસંગે શુભેચ્છા સંદેશો પાઠવવામા આવ્યા.

આ ૯ જિલ્લામાં વલસાડ, ભરૂચ, આણંદ, વ્યારા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, પાટણ, અને ગાંધીનગર જિલ્લાના ૨૨૦૦૦ થી વધુ એચ.આઈ.વી. સાથે જીવતા લોકોને કાળજી અને સારસંભાળલક્ષી સેવાઓ મેળવી રહ્યા છે. આ કેન્દ્રો માટે ગુજરાત સરકારશ્રી દ્વારા વાર્ષિક ૮૭ લાખ નું અનુદાન ફળવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમ્યાન શ્રીમતી દક્ષા પટેલ, મંત્રી એ જી. એસ. એન. પી+ની અને જિલ્લા સંગઠનની સેવો ની સાથે આ મિટિંગમાં ઉપસ્થિત સહભાગીઓનું સ્વાગત કર્યું. શ્રી કિશોરભાઈ કાનાણીએ પોતાના ઉદબોધનમાં સરકારની આરોગ્યલક્ષી વિભિન્ન યોજનાઓના ઉલ્લેખ સાથે જણાવ્યું કે ગુજરાત સરકાર અતિ સંવેદનશીલતા પૂર્વક જીવમાત્ર માટે હિતેચ્છુ છે. અને એચ. આઈ. વી. સાથે જીવતા લોકોના હિતાર્થે જરૂરી દરેક કર્યો માટે પણ સંવેદનશીલ રહી સહકાર અને સહયોગ કરવા માટે કટિબધ્ધ છે. સંગઠન દ્વારા આ પ્રસંગે એચ.આઇ.વી. પોઝિટિવ લોકો માટેની ‘વૈદકીય સહાય યોજના’ માં આર્થિક વધારો કરવા માટે તેમજ જી. એસ. એન. પી.+ના કાર્યાલય તથા જિલ્લા સ્તરે વિહાન કેર સપોર્ટ સેન્ટર માટે જગ્યાની સુવિધા હેતુ રજૂઆત કરવામાં આવી.

Next Story