Connect Gujarat
Featured

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં ઠેર ઠેર લાગ્યા મતદાનના બહિષ્કારના બોર્ડ

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં ઠેર ઠેર લાગ્યા મતદાનના બહિષ્કારના બોર્ડ
X

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીની જાહેરાત બાદ હવે વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર માટે નીકળશે. મતદારોએ ગત ટર્મમાં તક આપી હોવા છતાં વિકાસના કામો નહિ કરી શકનારા જનપ્રતિનિધિઓ મતદારોના રોષનો ભોગ બની શકે છે. ચુંટણી પહેલાં જ રાજયના વિવિધ શહેરોમાં ચુંટણી બહિષ્કારના બેનર્સ જોવા મળી રહયાં છે.

ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની ચુંટણી થવા જઇ રહી છે. ગત પાંચ વર્ષ દરમિયાન લોકોએ ચુંટીને મોકલેલા પ્રતિનિધિઓએ કેવા કામ કર્યા છે તેના આધારે મતદારો મતદાન કરશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં રાજયમાં વિવિધ સ્થળોએ ચુંટણીના બહિષ્કારના બેનર્સ લાગવાની શરૂઆત થઇ ચુકી છે. પાંચ વર્ષ સુધી દર્શન દુર્લભ હતાં તેવા જનપ્રતિનિધિઓ હવે મતદારોને લલચાવી તેમના મતો મેળવવાના પ્રયાસ કરશે પણ મતદારો પણ હવે જાગૃત બની રહયાં છે. અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો વડીયા પાસે આવેલાં સારંગપુર ગામના લોકો ચુંટણી બહિષ્કાર કરવાના મિજાજમાં દેખાઇ રહયાં છે. લોકોનો આક્ષેપ છે કે તેમના ગામમાં 10 વર્ષથી વિકાસના કામો થયાં નથી અને લોકોને માળખાકીય સુવિધાઓ મળી નથી.

હવે વાત કરીશું પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં ભરૂચ શહેરની.. ભરૂચ શહેરની ભૌગોલિક સ્થિતિ પર નજર કરવામાં આવે તો એક તરફ જુનુ ભરૂચ અને બીજી તરફ નવું ભરૂચ શહેર વસેલું છે. નવા ભરૂચ શહેરમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે પણ જુના શહેરમાં હજી સાંકડી અને ઉભરાતી ગટરો, સાંકડા રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. પોતાના વિસ્તારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કોર્પોરેટરો નિષ્ફળ રહયાં હોવાનો આક્ષેપ હાથીખાના વિસ્તારના સ્થાનિક રહીશો કરી રહયાં છે. હાલ વિસ્તારમાં ચુંટણી બહિષ્કારના બેનર્સ લગાવી લોકો ઉમેદવારોને તેમના વિસ્તારમાં મત માંગવા નહિ આવવાનું જણાવી દીધું છે.

Next Story