Connect Gujarat
ગુજરાત

ગુજરાત : હવે લોન મેળવવું બન્યું સરળ, બેંકો જરૂરીયાતમંદોને આપશે લોન

ગુજરાત : હવે લોન મેળવવું બન્યું સરળ, બેંકો જરૂરીયાતમંદોને આપશે લોન
X

  • મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાવશે ગુજરાતને આત્મનિર્ભર
  • બેંક 8 ટકાના વ્યાજે લોન આપશે, જેમાં 6 ટકા વ્યાજ સરકાર ચુકવશે

કોરોના વાયરસના કારણે અપાયેલા લોકડાઉનથી સુશુપ્ત બનેલા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજય સરકારે પણ વિવિધ પેકેજની જાહેરાત કરી છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારના રોજ વિવિધ જાહેરાતો કરી હતી. આ સમયે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહયાં હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાના દુકાનદારો કે રિક્ષા ડ્રાઇવર બધા માટે એક લાખ રૂપિયા સુધીની લોન કે જેનું વ્યાજ ૧૨ ટકા છે, તે લોન 2 ટકાના વ્યાજદરથી આપવામાં આવશે.માત્ર અરજીના આધાર ઉપર એક લાખ રૂપિયા સુધીની લોન અપાશે. લોન લેનાર વ્યકતિએ વાર્ષિક 2 ટકા વ્યાજ આપવાનું રહેશે. બાકીનું 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. ત્રણ વર્ષ બાદ ૬ ટકા વ્યાજ ચૂકવવું પડશે. આ ઉપરાંત

Next Story