Connect Gujarat
Featured

અમદાવાદ: રાજ્યનું પોલીસતંત્ર બનશે વધુ સ્માર્ટ અને શાર્પ; આધુનિક બોડી વોર્ન કેમેરા રાખશે ચાંપતી નજર

અમદાવાદ: રાજ્યનું પોલીસતંત્ર બનશે વધુ સ્માર્ટ અને શાર્પ; આધુનિક બોડી વોર્ન કેમેરા રાખશે ચાંપતી નજર
X

દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે જયાં પોલીસ આધુનિક બોડી વોર્ન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખશે, રાજ્યની પોલીસને વધુ આધુનિક બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે.

પોલીસ સેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે અને રાજ્યમાં આ અંગે નક્કર પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે. એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે.

આ પ્રસંગે ગુહ રાજયપ્રધાન પ્રદિપસહે જણાવ્યું હતું કે, “ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલ્મેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.

Next Story