અમરેલી : બારે મેઘ ખાંગા થતાં ધાતરવડી નદીમાં પુર, ડેમ અને જળાશયો છલોછલ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં પુર આવ્યાં છે જયારે મોટાભાગના ડેમો છલકાય જતાં દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે....
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે. પાણીના પુરમાં એક બળદ તણાય ગયો હોવાની વિગતો સામે આવી છે. ખાંભાના પીપળવા , ગીદરડી , ધાવડીયા,લાસા સહિત ગામડાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ વરસ્યો છે.ખાંભાના ગામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી રાયડી ડેમના 4 દરવાજા એક એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ખાંભા તેમજ મોટાબારમણ, ભૂંડની , ત્રાકુડા, ડેડાણ સહિત ગામોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહયો છે.રાયડી ડેમના 4 દરવાજા ખોલતા ડેમ નીચેના 7 થી 8 ગામોને એલર્ટ કરી દેવાયાં છે. આ ઉપરાંત વડિયાનો સુરવોડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં છે.
ભારે વરસાદના પગલે સાકરોળી ડેમ ઓવરફ્લો થયો છે. ઘણા સમય બાદ ડેમ છલકાતા ખેડુતોને સિંચાઇ માટે પુરતુ પાણી મળી રહેશે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદના કારણે જળબંબાકાર થઇ ગયું છે. ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં પાકને નુકશાન થવાની શકયતાઓ વધી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
કન્હૈયાલાલની જેમ સુરતમાં પણ યુવકને મળી ગળું કાપવાની ધમકી, પોલીસ...
1 July 2022 5:35 AM GMTકચ્છીમાંડુંઓને 'નયે વરેજી લખ લખ વધાઇયું',કચ્છમાં અષાઢી બીજે દિવાળી...
1 July 2022 5:30 AM GMTનાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM...
1 July 2022 4:17 AM GMTકચ્છીમાડુઓને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
1 July 2022 3:44 AM GMTભરૂચ: મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી
1 July 2022 3:08 AM GMT