Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ, 7,23,980 વ્યક્તિઓનું રસીકરણ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસ, 7,23,980 વ્યક્તિઓનું રસીકરણ
X

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,23,980 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4,77,42,696 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 1, સુરતમાં 3, વડોદરામાં 4, ગાંધીનગર 1, કચ્છમાં 1 સહિત કુલ 10 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 3, સુરતમાં 4, વડોદરામાં 3,આણંદમાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 151 એક્ટિવ કેસ છે, જેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 148 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815213 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના સંક્રમણ ફરીથી ટેન્શન વધારી રહ્યું છે. એક જ દિવસમાં 47 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક પણ 500ના આંકને વટાવી દીધો છે. કેરળમાં સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત 173 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ બીજુ રાજ્ય મહારાષ્ટ્ર છે. જેમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે તે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 4,456 કેસ નોંધાયા છે અને 183 દર્દીનાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,092 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 509 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 66,30,37,334 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 81,09,244 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

Next Story