એક જ આંબાના વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરી, અમરેલીના ખેડૂતે લોકોને અચંબિત કર્યા…

એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છે, નહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કે, જેના પર એક, બે, નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે

New Update
  • ધારીના દિતલા ગામે એક જ આંબા પર લાગી વિવિધ કેરી

  • આંબાના વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ લાગી

  • પ્રગતિશીલ ખેડૂત દ્વારા વાડીમાં આંબાનો બગીચો ઉભો કરાયો

  • ખેડૂતે ખુટા કલમથી 14 પ્રકારની વિવિધ કેરીઓને વિકસાવી

  • ખેડૂતની મહેનત અને કેરીનું વૃક્ષ જોઈ લોકો નવાઈ પામ્યા

Advertisment

સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરીહાફુસ કેરીલંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છેત્યારે એક જ આંબાના વૃક્ષ પર વિવિધ પ્રકારની કેરીઓ તમે ક્યારેક જોઇ છેનહીં ને..! તો અમે આપને બતાવીશું એક એવા આંબાનું વૃક્ષ કેજેના પર એકબેનહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે. તો ક્યાં છે આવો આંબો જોઈએ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...

આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામ. દિતલા ગામમાં 20 વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. તેઓએ પોતાની વાડીમાં પણ આંબાનો બગીચો ઉભો કર્યો છે. જેમાં 1 આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ જોવા મળે છે. 

આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવું આવું થયો છેત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે. પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પક્વનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી આ કેરીઓને વિકસાવી છે.

એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલીનીલમદશેરીબેગમનિલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે. ખેડૂત ઉકાભાઈ મહારાષ્ટ્ર ગયા હતાત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવાનો વિચાર આવ્યોને તે અંગે અન્ય તાલુકા મથકોથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેવી રીતે ઊગે છેતે જાણવા માટે પણ આવ્યા હતા.

આમ તોદરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને આવી ક્યારેય ન જોઈ હોય કેનામ સાંભળ્યા ન હોય તેવી મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે એક જ આંબાના વૃક્ષ પર એક સાથે જોવા મળી રહી છે. ખેડૂત ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે.

બાગાયતી પાકોમાં આ એક જ આંબાના ઝાડ પર 14 કેરીઓ પાકે તે નવાઈ સાથે અદભુત કિસ્સો માનવામાં આવ્યો છે. આમ તોનાળીયેરોગુલાબીયોદાડમોસિંદુરીયકાળો જમાદારવરિયાળીયોસરદારપાયલોટઆષાઢીયો જેવી કેરીઓની 200 જાત નવાબ કાળમાં હતી. જેમાંથી હવે માત્ર કેસર કેરી જ જોવા મળતી હોયપણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. તેવી કેરીઓ ખેડૂત ઉકા ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમની જેમ સાચવી રાખી છે.

Advertisment
Latest Stories