Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 158 નવા કેસ નોંધાયા

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 158 નવા કેસ નોંધાયા છે. જ્યારે 243 દર્દી સાજા થયા છે

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 158 નવા કેસ નોંધાયા
X

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 158 નવા કેસ નોંધાયા છે. જ્યારે 243 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ સુધરીને 98.99 ટકા થયો છે.

રાજ્યમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 39 અને સુરતમાં 27, વડોદરામાં 22 અને ગાંધીનગરમાં 17 કેસ, રાજકોટમાં 13 અને સાબરકાંઠામાં 5 કેસ આણંદ, મોરબી અને નવસારીમાં 4-4 કેસ, બનાસકાંઠા અને મહેસાણામાં 3-3 કેસ પોરબંદર અને વલસાડમાં 3-3 કેસ અમરેલી અને કચ્છામાં 2-2 કેસ ભાવનગર અને પંચમહાલમાં 2-2 કેસ બોટાદ, જામનગર અને પાટણમાં 1-1 કેસ નોધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 69 હજાર 845ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 7 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 56 હજાર 970 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1868 એક્ટિવ કેસ છે, 13 દર્દી વેન્ટિલેટર પર છે અને 1855 દર્દીઓની હાલત સ્થિર છે.

Next Story