Connect Gujarat
ગુજરાત

પાકિસ્તાનની જેલમાં બંદીવાન 20 ભારતીય માછીમારોને મુક્તિ, માદરે વતન ગીર સોમનાથ પહોચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,

X

પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે આ માછીમારો પોતાના માદરે વતન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવી પહોચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત થતાં વેરાવળથી ફિશરીઝ વિભાગની ટીમ મુક્ત થનાર માછીમારોને લેવા માટે વાઘા બોર્ડર પહોચી હતી, ત્યારે મુક્ત કરાયેલા 20 જેટલા માછીમારોને પોતાના માદરે વતન વેરાવળ ખાતે લવાયા હતા. યાતના વેઠી મુક્ત થયેલા માછીમારોએ આપવીતી વર્ણવતા જણાવ્યુ હતું કે, પાકિસ્તાનની જેલમાં આરોગ્યની પૂરતી સુવિધા નથી. છેલ્લા 4 વર્ષથી જેલમાં કેદ રહેતા પરિવારના સભ્યો પણ કફોડી સ્થિતિમાં મુકાયા હતા, ત્યારે પોતાના વિખૂટા પડેલા સભ્યને જોતાં જ પરિવારજનોમાં હર્ષની લાગણી છવાય હતી.

પાકિસ્તાનની જેલમાં બંદીવાન પૈકીના મુક્ત કરાયેલા 20 માછીમારોમાં 5 ઉત્તરપ્રદેશના અને 15 ગીર સોમનાથ જિલ્લાના છે. જોકે, હજુ પાકિસ્તાનની જેલમાં 560 જેટલા ભારતીય માછીમારો અને 1200 જેટલી ફીશીંગ બોટો પાકિસ્તાન સરકારના કબ્જામાં છે, જેને પણ વહેલીતકે મુક્ત કરાવવામાં આવે તેવી ભારતીય માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે, પાકિસ્તાનની જેલમાં યાતના વેઠી સજા કાપતા માછીમારો મોતને પણ ભેટે છે. આવા જ એક હતભાગી માછીમાર સુત્રાપાડાના જેન્તી કરશન સોલંકીનું ગત તા. 14 ડિસેમ્બરના રોજ હૃદય રોગનો હુમલો આવતા જેલમાં મૃત્યુ થયું હતું. પરંતુ એક માસ વીતી જવા છતાં પણ આ માછીમારનો મૃતદેહ તેમના સ્વજનોને મળ્યો નથી. છેલ્લા પંદર દિવસથી ફિશરીઝ વિભગની ટીમ વાઘા બોર્ડર પર માછીમારના મૃતદેહની રાહ જોઇ રહી છે, ત્યારે પરિવારજનો પણ મૃતદેહ વહેલીતકે મળે તે માટે કલ્પાંત કરી રહ્યા છે.

Next Story