/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/13195550/coronaindia.jpg)
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે. ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.
એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના 235 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં 33 હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય
છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.