રાજ્યમાં આજે કોરોનાના 27 નવા પોઝિટિવ કેસ નોંધાયા,33 દર્દીએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં આજે કોરોનાના 27 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 27 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 4,39,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી 268 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 263 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,485 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 170 લોકોને પ્રથમ અને 10101 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 79542 લોકોને રસીનો પ્રથમ અને 72608 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 233552 લોકોને રસીનો પ્રથમ અને 43072 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 4,39,045 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,26,14,461 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3,આણંદ 3, સુરત કોર્પોરેશન 3, જામનગર 2, નવસારી 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભરુચ 1, ભાવનગર 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, વડોદરા 1, વલસાડ 1, કેસ નોંધાયો હતો.
અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT