Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ઉદ્ઘાટન

રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36 મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું છે.

ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ઉદ્ઘાટન
X

રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36 મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું છે. જેમાં 6 શહેર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં 36 રમતોનું આયોજન કરાશે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સમાપન સુરતમાં થશે.

રાજ્યમાં નેશનલ ગેમ્સ માટે અલગ અલગ શહેરની પસંદગી કરવામાં આવી છે જે હેઠળ અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધાઓ, રાજકોટમાં 3 સ્થળે 2 રમત સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે.નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવનાર ખેલાડી તથા સહયોગી સ્ટાફ સહિતના લોકો માટે થ્રિ સ્ટાર હોટલ થી લઇ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણના આયોજનની યોજના બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સ થી લઈ ફૂટબોલ અને રગ્બી જેવી રમતો ની સ્પર્ધાઓ યોજાશે. વોટર સ્પોર્ટ્સ નું આયોજન સાબરમતી નદીમાં કરાશે, જ્યારે ફૂટબોલ-રગ્બી અને કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન ટ્રાન્સસ્ટેડિયા ખાતે થઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં વુશુ, ખો-ખો, યોગાસન અને રેસલિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. નેશનલ ગેમ્સમાં પ્રથમ વાર યોગાસન એક રમત તરીકે સામેલ થઈ રહ્યું છે. વડોદરા જુડો-મલખમ જ્યારે સુરત જિમાન્સ્ટિક, બેડમિન્ટન અને બીચ વોલીબોલ જેવી રમતની સ્પર્ધાની યજમાની કરશે.કુલ 14 સ્પર્ધા રમાશે રાજ્ય સરકાર દ્વારા તેના માટે એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવશે

Next Story