Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં 17 દિવસમાં 5 હત્યાના બનાવ, પોલીસ વિભાગ હવે સતર્ક બને તેવી લોક માંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઇપણ પ્રકારનો ખોફ ન રહ્યો હોય તેવા કિસ્સાઓ બનતા જઈ રહ્યા છે. બીજી તરફ ફાયરિંગ અને મારામારી અથડામણના બનાવો પણ છેલ્લા 17 દિવસમાં વધ્યા છે.

સુરેન્દ્રનગરમાં 17 દિવસમાં 5 હત્યાના બનાવ, પોલીસ વિભાગ હવે સતર્ક બને તેવી લોક માંગ
X

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઇપણ પ્રકારનો ખોફ ન રહ્યો હોય તેવા કિસ્સાઓ બનતા જઈ રહ્યા છે. બીજી તરફ ફાયરિંગ અને મારામારી અથડામણના બનાવો પણ છેલ્લા 17 દિવસમાં વધ્યા છે. ત્યારે આ અંગે વિચારણા કરી અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તેવા પ્રયાસો પોલીસ તંત્ર હાથ ધરે તેવી જિલ્લાની જનતા આશા પોલીસ તંત્ર સમક્ષ લઇને બેઠી છે.

રાત્રિ દરમિયાન પાલાભાઈ સોલંકી અને તેમના પત્ની ઘરમાં હતા. તે સમયે કોઇ અજાણ્યા લોકોએ ઘરમાં પ્રવેશ મેળવી અને આ પ્રકારનું કૃત્ય આચર્યું હોય તેવું પ્રાથમિક અનુમાન વર્તાઈ રહ્યું છે. ત્યારે મહિલાનું ગળું કાપી અને રૂમમાં જ હત્યા કરી નાખવામાં આવી છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અતિ ક્રૂરતા ભર્યો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે. જેને લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે, મહિલાના પતિ ઉપર પણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. તેમને સારવાર માટે મહેસાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા છેવાડાનો ગામ ગણાતું મેરા ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાના એવા ગામ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે રાત્રિ દરમિયાન મેરા ગામે ઘરમાં આરામ કરી રહેલા પતિ-પત્ની ઉપર હુમલો કરવામાં આવ્યો હશે. ત્યારે પત્ની મહિલાના ગળુ કાપી અને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. બીજી તરફ પતિ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને પતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે મહેસાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેમની તબીયત સ્થિર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. ત્યારે ચોરી લૂંટ અને મારામારીના બનાવો સરકાર જિલ્લામાં વધતા જઈ રહ્યા છે. ત્યારે પાટડી તાલુકાના મેરા ગામે બનેલી ચકચારી ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વકરે તે માટે તાત્કાલિક પણે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.ડી ચૌધરી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન ઘટે મારા મારી તેમજ અન્ય બનાવો ન બને એવા સઘન પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. અને ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ મામલે હત્યારાઓએ કેમ હત્યા કરી ? અને કોણે હત્યા કરી ? આ મામલે આગળની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે રાત્રી દરમિયાન ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી અને તીક્ષ્ણ હથિયારોથી મહિલા અને તેના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મહિલાનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. જેને લઇને આ બનાવને લઇ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જેને લઇને પાટડી સરકારી હોસ્પિટલમાં આ બનાવને લઇ લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહિલાની ડેડબોડીને મેરા ગામેથી પીએમ માટે સરકારી હોસ્પિટલ પાટડી ખાતે લાવવામાં આવી છે. અને ત્યાં પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ પણ શરૂ કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો જિલ્લા પોલીસતંત્રએ હાથ ધર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં 5 અલગ અલગ સ્થળ ઉપર હત્યાના બનાવો સામે આવ્યા છે. જેનું એપી સેન્ટર વઢવાણ રહ્યું છે. અને વઢવાણમાં જ બે હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યાર બાદ છેલ્લા ચાર દિવસમાં જિલ્લાના અલગ અલગ સ્થળોમાં વઢવાણ, પાટડી સહિતના ગામોમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં અલગ અલગ સ્થળ ઉપર પાંચ હત્યાના બનાવ સામે આવતા જિલ્લાની જનતા કેટલી સુરક્ષિત ? એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

Next Story